દૂધ નાંખેલા લીલવા
  • 406 Views

દૂધ નાંખેલા લીલવા

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ તુવેરના લીલવા
  • 2 કપ દૂધ
  • 1 ટેબલસ્પૂન તલ
  • 25 ગ્રામ સિંગદાણા
  • 1 ટીસ્પૂન ખાંડ
  • 5 લીલાં મરચાં, કટકો આદું
  • 1 ઝૂડી લીલા ધાણા
  • મીઠું, હળદર, તેલ, તજ, લવિંગ, ચપટી સોડા

Method - રીત

એક તપલીમાં તેલ મૂકી, તજ-લવિંગ (અધકચરાં)નો વઘાર કરી, પાણી વઘારવું. ઉકળે એટલે તુવેરના લીલવા અને સોડા નાંખવો. બરાબર બફાય અને પાણી બળી જાય એટલે દૂધ, તલ અને શિંગદાણાનો સંચાથી કરેલો બારીક ભૂકો નાંખવો. દૂધ જાડું થાય એટલે મીઠું, હળદર, મરચું, ખાંડ અને વાટેલાં અાદું-મરચાં નાંખવા. રસાદાર થાય એટલે ઉતારી, લીલા ધાણા નાંખવા.

આ પ્રકારના લીલવામાં તેલ ઓછુ જોઈએ.