બાજરીના ગ્રીન પીઝા
 • 293 Views

બાજરીના ગ્રીન પીઝા

Ingredients - સામગ્રી

 • 500 ગ્રામ બાજરીનો લોટ
 • 200 ગ્રામ મેથીની ભાજી
 • 1 ટેબલસ્પૂન દહીં
 • 3 લીલાં મરચાં, કટકો અાદું
 • કટકો ગોળ, મીઠું, હળદર
 • તેલ – પ્રમાણસર
 • ફિલિંગ માટે –
 • 200 ગ્રામ તુવેરના લીલવા
 • 200 ગ્રામ લીલા વટાણા,
 • 1 ઝૂડી લીલા ધાણા
 • 2 લીલા મરચાં, 1 લીંબુ
 • 2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • 1 ટેબલસ્પૂન તલ, 1 ટીસ્પૂન ગરમ મસાલો
 • મીઠું, તેલ, ખાંડ, તમાલપત્ર
 • લીલી ચટણી –
 • 25 ગ્રામ લીલા ધાણા,
 • 25 ગ્રામ લીલું લસણ
 • 25 ગ્રામ સિંગદાણા
 • મીઠું અને થોડો ગોળ નાંખી,
 • વાટી, ચટણી બનાવવી.
 • ટોપિંગ માટે –
 • 100 ગ્રામ ચીઝ, 1 ટેબલસ્પૂન માખમ
 • 2 તળેલા પાપડ (ભૂકો)
 • 1 ટેબલસ્પૂન કોપરાનું ખમણ

Method - રીત

વટાણા અને તુવેરના લીલવાને બાફી, અધકચરો ભૂકો કરવો. એક તપેલીમાં થોડું તેલ મૂકી, તમાલપત્રનો વઘાર કરી, વટાણા-તુવેલના લીલવાનો ભૂકો વઘારવો. તેમાં મીઠું, ખાંડ, લીલા મરચાંના બારીક કટકા, ગરમ મસાલો, તલ અને કોપરાનું ખમણ નાંખી ઉતારી લેવું. તેમાં લીંબુનો રસ અને લીલા ધાણાને સમારી કોરા કરી નાંખી પૂરણ તૈયાર કરવું.

મેથની ભાજીને બારીક સમારી, ધોઈ કોરી કરવી. તેમાં બાજરીનો લોટ, મીઠું, થોડીક હળદર, દહીં, વાટેલા અાદું - મરચાં, 1 ચમચી તેલ અને ગોળના ભૂકાને પાણીમાં ઓગાળી નાંખી, સાધારણ નગરમ કણક બાંધવી. બાજરીના લોટનું અટામણ લઈ જાડો રોટલો થાપવો. બેકિંગ ડિશને તેલ લગાડી, રોટલો મૂકી, ગરમ ઓવનમાં 400 ફે. ઉષ્ણતામાને 10 મિનિટ બેક કરવો. પછી કાઢી, તેના ઉફર લીલી ચટણી લગાડવી. તેના ઉપર પૂરણ પાથરવું. તેના ઉપર ખમણેલું ચીઝ ભભરાવવું, ઉપર માખણના ટપકાં કરવા. ફરી ઓવનમાં 350 ફે. તાપે 8-10 મિનિટ બેક કરવું. ચીઝ ઓગળી જાય એટલે કાઢી, તેના ઉપર કોપરાનું ખમણ ્ને તળેલા પાપડનો ભૂકો નાંખી સજાવટ કરવી.