બાજરીનો પુલાવ
 • 324 Views

બાજરીનો પુલાવ

Ingredients - સામગ્રી

 • 200 ગ્રામ બાજરી
 • 2 બટાકા
 • 1 ગાજર
 • 3 કેપ્સીકમ (મોટાં મરચાં)
 • 2 ડુંગળી
 • 2 લીલાં મરાચં, કટકો અાદું
 • 5 ટેબલસ્પૂન લીલી ચટણી
 • 5 ટેબલસ્પૂન ખજૂર – અાંબલીની ચટણી
 • 1 નાની ઝૂડી લીલા ધાણા
 • 50 ગ્રામ ચણાની ઝીણી સેવ
 • મીઠું, હિંગ, હળદર, મરચું, ગી

Method - રીત

બાજરીને સાફ કરી રાત્રે પાણીમાં પલાળવી. બીજે દિવસે થોડું મીઠું નાખી કૂૂકરમાં છૂટી રહે તેટલી બાફવી. બટાકા અને ગાજર છોલી, ઝીણી કટકી કરવી. કેપ્સીકમનાં બી કાઢી લાંબી સળી કાપવી.

એક તપેલીમાં ઘી મૂકી, તેમાં હિંગ નાંખી, ડુંગળીનું કચુંબર નાંખવું. બદામી થાય એટલે બટાકા-ગજરની કટકી નાંખવી. બફાય એટલે બાજરી, મીઠું, હળદર, મરચું, મરચાંના બારીક કટકા, ખાંડેલું અાદું નાંખી, ઉતારી લેવું.

એક બાઉલમાં કાઢી, તેમાં 1 ચમચી લીલી ચટણી અને 1 ચમચી ખજૂર-અાંબલીની ચટણી નાંખી, લીલા ધાણા અને ચણાની સેવ ભભરાવી પુલાવ પીરસવો.

લીલી ચટણી – અાદું, મરચાં, લીલું લસણ, ફુદીનાનાં પાન અને મીઠું નાંખી, વાટી, ચટણી બનાવવી.

ગળી ચટણી – ખજૂર-અાંબલીને બાફી, ગળી, જાડો રસ બનાવી તેમાં મીઠું, મરીનો ભૂકો, જીરુંનો ભૂકો અને થોડું મરચું નાંખી, જાડી ચટણી બનાવવી. ખજૂર સારું ન હોય તો થોડ ગોળ નાંખી, ગળી ચટણી