મિનીસ્ટોન સૂપ
 • 585 Views

મિનીસ્ટોન સૂપ

Ingredients - સામગ્રી

 • 25 ગ્રામ મેક્રોની
 • 50 ગ્રામ લીલા વટાણા
 • 25 ગ્રામ ફણસી
 • 2 ડુંગળી,
 • 2 ગાજર
 • 2 સળી સેલરી
 • 2 ટેબલસ્પૂન માખણ
 • 1 કપ બ્રાઉન સ્ટોક
 • 2 ટીસ્પૂન કોર્નફ્લોર
 • 4 ટેબલસ્પૂન ટોમેટો કેચપ
 • 1 કપ ચીઝ (ખમણેલું)
 • મીઠું, મરીનો ભૂકો,તજનો પાઉડર, ચપટી સોડા

Method - રીત

મેક્રોનીને પાણીમાં મીઠું અને 1 ચમચી તેલ નાંખી બાફી, ઠંડા પાણીમાં રાખવી. વટાણાને પાણીમાં થોડો સોડા નાંખી બાફવા જેથી રંગ લીલો રહે. ફણસીના રેસા કાઢી, બારીક સમારવી. ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, નાના કટકા કરવા. ડુંગળી અને સેલરીની સળીના કટકા કરવા. એક વાસણમાં માખણ ગરમ કરી, તેમાં બધાં શાક સાંતળવા, પછી બ્રાઉન સ્ટોક નાંખવો. પાણીમાં કોર્નફ્લોર મિક્સ કરી, તે પાણી અંદર નાંખવું. બધાં શાક બફાય એટલે વટાણા, ટોમેટો કચપ, મીઠું, મરીનો ભૂકો અને તજનો પાઉડર નાંખી, થોડી વાર ઉકાળી ઉતારી લેવું. ખમણેલું ચીઝ અને મેક્રોની નાંખી, ગરમ સૂપ અાપવો.