મિક્સ વેજિટેબલ
 • 397 Views

મિક્સ વેજિટેબલ

Ingredients - સામગ્રી

 • 200 ગ્રામ બટાકા,
 • 100 ગ્રામ વટાણા
 • 200 ગ્રામ કોલીફ્લાવર
 • 100 ગ્રામ ગાજર
 • 200 ગ્રામ કેપ્સીકમ (મોટાં મરચાં)
 • 1 ડુંગળી, 1 લીંબુ
 • 200 ગ્રામ ટામેટાં
 • 1 ઝૂડી લીલા ધાણા
 • મીઠું, હળદર, ખાંડ, તેલ
 • વાટવાનો મસાલો – 2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ, 1 ટેબલસ્પૂન ખસખસ, 5 લીલાં મરચાં, કટકો આદું, 7 કળી લસણ, 5 લવિંગ, 2 કટકા તજ, 5 મરી, 4 એલચી બધું ભેગું કરી થોડું પાણી નાંખી વાટવું.

Method - રીત

બટાકાને બાફી, છોલી, કટકા કરવા. વટાણા, ફ્લાવરનાં ફૂલના મોટા કટકા અને ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, તેના કટકા કરી, વરાળથી બાફી લેવાં. કેપ્સીકમનાં બી કાઢી બારીક સમારવાં.

એક તપેલીમાં તેલ મૂકી ડુંગળી સમારીને નાંખવી. બદામી થાય એટલે વાટેલો મસાલો સાંતળવો. પછી ટામેટાંના કટકા નાંખવા. બરાબર શેકાય અને એકરસ થાય એટલે કેપ્સીકમ નાંખી, સાધારણ શેકાય એટલે તેમાં 1 કપ પાણી, મીઠું, હળદર, ખાંડ નાંખવાં. ઉકળે એટલે બાફેલાં વેજિટેબલ્સ નાંખવાં. જાડું રસાદાર થાય એટલે ઉતારી, લીલા ધાણા અને લીંબુનો રસ નાંખવો.