ચોખાને ધોઈને સૂકવી દળાવવા. પછી મેંદાની ચાળણીથી ચાળી લેવા. એક વાસણમાં ઘી મૂકી, ગરમ થાય એટલે નાળિયેરનું ખમણ અને દળેલી ખાંડ નાંખવી.
ચોખાને ધોઈને સૂકવી દળાવવા. પછી મેંદાની ચાળણીથી ચાળી લેવા. એક વાસણમાં ઘી મૂકી, ગરમ થાય એટલે નાળિયેરનું ખમણ અને દળેલી ખાંડ નાંખવી. તેમાં ખસખસ અને એલચીનો ભૂકો નાંખી, લોચા જેવું થાય એટલે ઉતારી લેવું.
એક તપેલીમાં જેટલા કપ લોટ હોય તેટલા કપ પાણી ઉકાળવું. તેમાં ચપટી મીઠું અને બે ચમચા ઘી નાંખી, ઉકળે પછી ઉતારી, ધીમે ધીમે લોટ નાંખવો. બરાબર હલાવી ફરી તાપ ઉપર સીઝવા મૂકવો. પછી બાફ અાવે એટલે ઉતારી લેવો. ઠંડો પડી જાય પછી મસળવો, તેમાંથી લૂઅો લઈ, વાટકી અાકાર કરી, તેમાં પૂરણ ભરી, થોડા થોડા અંતરે મોં બંધ કરી, મોદકનો અાકાર કરવો. પછી વરાળથી બધા મોદક બાફી ઘી લગાડી દેવું.
નોંધ – રીત નં. 115 પ્રમાણે મોદક બનાવવાની રીત પણ પ્રચલીત છે એટલે બન્નેમાંથી જે રીત અનુકુળ હોય તે પ્રમાણે મોદક બનાવી શકાય છે.