મોદક લાડુ (મહારાષ્ટ્રીયન વાનગી)
  • 424 Views

મોદક લાડુ (મહારાષ્ટ્રીયન વાનગી)

ચોખાને ધોઈ, સૂકવી, દળાવવા, લોટમાં ચપટી મીઠું નાખી ચાળી, પાણીથી કણક બાંધવી, પછી તેલ લઈ કણકને કેળવવી, એક કલાક રહેવા દેવી. નાળિયેરના ખમણને સાધાણ શેક અંદર ગોળ રાખવો.

Ingredients - સામગ્રી

  • 2 કપ ચોખા
  • નંગ 1 નાળિયેર
  • નાળિયેરના માવાથી અડધો કાતરેલો ગોળ
  • 2 ટેબલસ્પૂન ખસખસ
  • 1 ટીસ્પૂન એલચીનો ભૂકો
  • 2 ટીસ્પૂન તેલ
  • ચપટી મીઠું, ઘી - પ્રમાણસર

Method - રીત

ચોખાને ધોઈ, સૂકવી, દળાવવા, લોટમાં ચપટી મીઠું નાખી ચાળી, પાણીથી કણક બાંધવી, પછી તેલ લઈ કણકને કેળવવી, એક કલાક રહેવા દેવી. નાળિયેરના ખમણને સાધાણ શેક અંદર ગોળ રાખવો. ગોળ બરાબર ઓગળે અને મિક્સ થાય એટલે ખસખસ અને એલચીનો ભૂકો નાખી ઉતારી, ઠુંડુ પાડવું.

ચોખાની કણકમાંથી લૂઓ લઈ હાથ પર તેલ લગાડી નાની પાતળી પૂરી થાપવી. તેમાં પૂરણ મૂકી મોદકના મોલ્ડમાં મોદક બનાવવા. પછી વરાળથી બાફી, ઘી લગાડી દેવું. મોદકનું મોલ્ડ ન હોય તો પાતળી પૂરી કરી, તેમાં પૂરણ ભરી, પૂરીનો છેડો થોડે થોડે અંતરે દાબી મોં બંધ કરવું. એટલે મોદકનો અાકાર થશે. પછીથી બધા મોદક વરાળથી બાફી ઘી લગાડી દેવું.

નોંધ – શ્રી ગણપતિજીના પ્રસાદમાં અાવા મોદક બનાવવામાં અાવે છે.