મગની દાળને રાત્રે પાણી માં લગાળી સવારે ધોઈ, બારીક વાટી લેવી. તેમાં છાશ, મીઠું, હળદર, થોડી ખાંડ અને વાટેલાં અાદું-મરચાં નાંખવા. એક તપેલીમાં થોડું તેલ મૂકી ગરમ થાય એટલે મગની દાળનું ખીરું નાંખવું. સળંગ બરાબર હલાવતાં રહેવું. ઘટ્ટ થાય એટલે થાળીમાં તેલ લગાડી, પાતળી પાટવડી ઠારી દેવી. ઉપર કોપરાનું ખમણ, તલ, ખસખસ, લીલા ધાણા અને મરીનો ભૂકો ભબરાવી, તેલમાં રાઈ, હિંગનો વઘાર કરી રેડી દેવો. એક ડિશમાં પાંચ કટકા પાટવડી મૂકી તેના ઉપર 1 ચમચી લીલી ચટણી નાંખવી.