મોરિયાનાં ઢોકળાં
  • 150 Views

મોરિયાનાં ઢોકળાં

Method - રીત

200 ગ્રામ મોરિયાના લોટમાં 100 ગ્રામ સીંગદાણાને શેકી છોલી, તેનો ભૂકો, મીઠું, 3 ચમચા દહીં, 2 ચમચી વાટેલા અાદું-મરચાં, ચપટી સોડા, થોડી ખાંડ અને તેલનું મોણ નાંખી ખીરું બાંધી સાત-અાઠ કલાક અાથી રાખવું. પછી થાળીને તેલ લગાડી, ખીરું પાથરી, વરાળથી ઢોકળાં ઉતારવાં. બધા ઢોકળા થઈ જાય પછી કાપા પાડી, લાલ મરચાની ભૂકી છાંટવી. તેલમાં જીરું અને છેલ્લે તલ નાંખી વઘાર કરવો. લીલા ધાણા અને કોપરાનું ખમણ નાંખી સજાવટ કરવી.