મોરીયા ઇડલી
  • 375 Views

મોરીયા ઇડલી

Method - રીત

200 ગ્રામ મોરિયો સાફ કરી તારવવો. તેમાં મીઠું, ચપટી સોડા, અધકચરું વાટેલું જીરું, વાટેલાં અાદું-મરચાં નાંખવા. બધું મિક્સ થાય તેટલું જ ખાટું દહીં નાંખવું. સાત-અાઠ કલાક ખીરું અાથી રાખવું.

200 ગ્રામ બટાકાને બાફી, છોલી તેનો છૂંદો બનાવવો. તેમાં મીઠું, લાલ મરચું, ખાંડ, લીલા મરચાંના કટકા, તેલ, લીલા ધાણા અને સિંગદાણાનો ભૂકો નાંખવો.

નાની છીછરી વાડકીમાં ચારે બાજુ તેલ લગાડી, ખીરું પાથરવું. બટાકાના માવામાંથી જાડી પૂરી હાથથી થાપી, ખીરા ઉપર મૂકવી. પછીથી ઉપર ખીરું પાથરવું. તૈયાર કરેલી વાડકીઓ વરાળથી બાફી લેવીં. ઠંડી પડે એટલે ચપ્પુથી ચારે બાજુની કિનાર ઉખાડી, વાડકી ઊંધી પાડવી, જેથી અાખી ઈડલી નીકળશે. સાથે દહીંની કોઈપણ ચટણી બનાવવી.