નાયલોન ચેવડો
  • 307 Views

નાયલોન ચેવડો

Method - રીત

250 ગ્રામ નાયલોન સાબુદાણા લેવા. એક પેણીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે તેમાં થોડા સાબુદાણા નાંખવા. ફૂલીને પોચા થાય એટલે ઝારીથી કાઢી લેવા. એવી રીતે બધા સાબુદાણા તળવા. પછી મીઠું અથવા સિંધવ, મરચું, દળેલી ખાંડ, તલ, ખસખસ, ગળેલા સિંગદાણા, તળેલા કાજુના કટકા, દ્રાક્ષ અને લીંબૂના ફૂલ નાંખવા. તેલમાં જીરું, વરિયાળી, લીલાં મરચાંના કટકા અને મીઠાં લીમડાના પાનનો વઘાર કરવો.