કાંદાના ભજિયાં
  • 447 Views

કાંદાના ભજિયાં

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ ડુંગળી (કાંદા)
  • 300 ગ્રામ ચણાનો લોટ
  • 50 ગ્રામ ઘઉંનો લોટ (કરકરો)
  • 2 ટેબલસ્પૂન અથાણાનો રસો
  • 1 ટીસ્પૂન મેથીનો સંભાર
  • 2 ટેબલસ્પૂન તલ
  • મીઠુ, હળદર, તેલ, ખાંડ - પ્રમાણસર

Method - રીત

ડુંગળીનું ઝીણું કચુંબર કરવું. તેમાં ચણાનો અને ઘઉંનો લોટ નાંખી, મીઠું, હળદર, ખાંડ, અથાણાનો રસ, મેથીનો સંભાર, તલ અને તેલનું મોણ નાંખી ખીરું બાંધવું. અથાણાનો રસો અને મેથીનો સંભાર ન નાંખવો હોય તો તેને બદલે અાદું-મરચાં નાંખવા. પેણીમાં તેલ મૂકી ગરમ થાય એટલે એક ચમચો તેલ ખીરામાં નાંખી, ભજિયાં તળી લેવાં. મોણમાં તેલ ઓછું નાંખવું હોય તો થોડો સોડા નાંખવો.