ઘઉં અને ચણાના લોટને ઘીમાં જુદા જુદા બદામી શેકી લેવા. એક વાસણમાં ઘી મૂકી, ગરમ થાય એટલે અડદનો લોટ નાંખવો. પછી કોપરાંનું ખમણ નાંખવું. શેકાય એઠલે બદામ-પિસ્તા અને ગોળ કાપીને નાંખવો.
ઘઉં અને ચણાના લોટને ઘીમાં જુદા જુદા બદામી શેકી લેવા. એક વાસણમાં ઘી મૂકી, ગરમ થાય એટલે અડદનો લોટ નાંખવો. પછી કોપરાંનું ખમણ નાંખવું. શેકાય એઠલે બદામ-પિસ્તા અને ગોળ કાપીને નાંખવો. ગોળ ઓગળે એટલે હલાવી, તરત જ ઉતારી લેવું. પછી તેમાં ઘીમાં શેકેલો ઘઉંનો-ચણાનો લોટ, ગુંદરની ભૂકી, સૂંઠનો ભૂકો અને એલચીનો ભૂકો નાંખી, બરાબર મિક્સ કરવું. જરુર પડે તો થોડું ગરમ ઘી નાંખી, ગોળ લાડુ વાળવા. પછી તેને કોપરાના ખમણમાં રગદોળી સજાવટ કરવી.