પંચવટી પેટીસ
 • 437 Views

પંચવટી પેટીસ

Ingredients - સામગ્રી

 • પૂરણ માટે
 • 200 ગ્રામ વટાણા
 • 100 ગ્રામ તુવેરના લીલવા
 • 100 ગ્રામ ચોળાસિંગ કુમળી
 • 100 ગ્રામ ફણસી
 • 100 ગ્રામ બટાકા
 • 7 લીલાં મરચાં, મોટો કટકો અાદું
 • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
 • 1 ટીસ્પૂન ધાણાજીરું
 • 1 ટીસ્પૂન અામચૂર પાઉડર
 • 1 નાની ઝૂડી લીલા ધાણા
 • મીઠું, ખાંડ, તેલ, હિંગ – પ્રમાણસર
 • ઉપરના પડ માટે –
 • 500 ગ્રામ બટાકા
 • 500 ગ્રામ શક્કરિયા
 • 100 ગ્રામ અારારુટ
 • 100 ગ્રામ પૌંઅા
 • 3 લીલાં મરચાં, કટકો અાદું
 • મીઠું, તળવા માટે તેલ

Method - રીત

પૌંઅાને શેકી, ખાંડી, ચાળી કરકરો ભૂકો કરી રાખવો. લીલા વટાણા, તુવેરના લીલવા, બારીક સમારેલી ચોળાશિંગ અને ફણસીના કટકા બધું વરાળથી બાફી લેવું કુમળી ચોળાશિંગ ન હોય તો તેના દાણા લેવા. 100 ગ્રામ બટાકાને બાફી, છોલી તેના બારીક કટકા કરવા. એક તપેલીમાં થોડું તેલમ ૂકી, હિંગ નાંખી બધું શાક વઘારવું. તેમાં મીઠું, વાટેલાં અાદું-મરચાં, ખાંડ, ગરમ મસાલો, ધાણાજીરુ નાંખવું. શાક કોરું થાય એટલે અામચૂર નાંખી, હલાવી ઉતારી લેવું. પછી કોપરાનું ખમણ અને લીલા ધાણાને ઝીણા સમારી, ધોઈ કોરા કરી, મસળી પૂરણ તૈયાર કરવું.

બટાકા અને શક્કરિયાંને બાફી, બેત્રણ કલાક રાખી મૂકવાં. કોરાં પડે એટલે છોલી, વાટી નાંખવાં. તેમાં મીઠું, વાટેલાં અાદું-મરચાં નાંખી, મસળી, કણક તૈયાર કરવી. તેમાંથી મોટા લૂઅા લઈ અારારુટનું અટામણ લઈ, પૂરી બનાવવી. તેના ઉપર તૈયાર કરેલું પૂરણ મૂકી, ત્રિકોણ અાકારે પેટીસ બનાવી, પૌંઅાના ભૂકામાં રગદોળી પછી તવા ઉપર વધારે તેલ મૂકી તળી લેવી.

ત્રિકોણ અાકાર બનાવવાની રીત – બટાકા શક્કરિયાંની કણકમાંથી મોટો લૂઓ લઈ, તેની લાંબી પૂરી, અારારુટનું અટામણ લઈ વણવી. તેના ઉપર પૂરણ મૂકી, બેવડી વાળવી. પછી ચપ્પુથી ત્રિકોણ અાકાર કાપી, અાજુબાજુનો પૂરીનો ભાગ કાપી લઈ, તેના છેડા ચપ્પુ અાડું રાખી, દબાવી દેવા, જેથી પૂરણ નીકળી જાય નહિ. સાઈઝમાં મોટી કરવી. અા પેટીસને પેણીમાં તળવી નહિ. તવા ઉપર વધારે તેલ મૂકી તળવી.