મોરિયો અને શિંગોડાનો લોટ ભેગો કરી, ચાળી તેમાં મીઠું અને દહીં નાંખી ખીરું બનાવી 6-7 કલાક અાથી રાખવું. એક વાસણમાં તેલ મૂકી, ગરમ થાય એટલે તજ-લવિંગનો વઘાર કરી, સૂરણ અને શક્કરિયાંનું છીણ વઘારવું, પછી તેમાં શિંગદાણાનો ભૂકો, તલ, અાદું-મરચાંની પેસ્ટ નાંખી, થોડી વાર પછી ઉતારી લેવું. તેમાં મોરિયાનું ખીરુ નાંખી બરાબર મિક્સ કરી, એક તપેલીમાં વધારે તેલ લગાડી, ખીરું ભરી, ઉપર મરચાંની ભૂકી છાંટી, હાંડવો પ્રિહીટેડ ઓવનમાં બેક કરી લેવો. કોપરાનું ખમણ અને લીલા ધાણાથી સજાવટ કરવી.