પંચરત્ન ઈડલી ચાટ
 • 292 Views

પંચરત્ન ઈડલી ચાટ

Ingredients - સામગ્રી

 • 300 ગ્રામ ચોખા
 • 50 ગ્રામ અડદની દાળ
 • 50 ગ્રામ ચણાની દાળ
 • 50 ગ્રામ મગની દાળ
 • 50 ગ્રામ તુવેરની દાળ
 • 50 ગ્રામ લીલા વટાણા
 • 50 ગ્રામ તુવેલના લીલવા
 • 2 નંગ કેપ્સીકમ
 • 1/2 ઝૂડી લીલા ધાણા
 • 2 ટેબલસ્પૂન દહીં
 • 1 ટેબલસ્પૂન અાદું-મરચાંની પેસ્ટ
 • મીઠું, ચાટ મસાલો, તેલ
 • સજાવટ માટે –દહીં (મીઠું, ખાંડ નાંખેલું)
 • લીલી ચટણી, ખજૂરની ચટણી, સેવ

Method - રીત

ચોખા અને બધી દાળને પાણીમાં અલગ પલાળી રાખવી. પછી ચોખાને બારીક વાટવા. અને બધી દાળોને કરકરી વાટવી. પછી બધું ભેગું કરી, તેમાં મીઠું અને દહીં નાંખી 7-8 કલાક ખીરું અાથી રાખવું. ઋતુ પ્રમાણે તેમાં ફેરફાર કરવો. અાથ ોઅાવે એટલે તેમાં બાફેલા લીલા વટાણા, બાફેલા તુવેરના લીલવા, કેપ્સીકમની ઝીણી કતરી, અાદું-મરચાંની પેસ્ટ અને લીલા ધાણા નાંખી, કીરું તૈયાર કરવું. ઈડલી સ્ટેન્ડમાં તેલલગાડી, ખીરું પાથરી ઈડલી બનાવવી. ઠંડી પડે એટલે તવા ઉપર થોડું તેલ મૂકી ઈડલી બન્ને બાજુએ શેકી લેવી. તેના ઉપર થોડો ચાટ મસાલો ભભરાવવો.

એક ડિશમાં બે ઈડલી મૂકી, તેના ચાર કટકા કરી, ઉપર દહીં પાથરવું. તેના ઉપર ખજૂર-અાંબલીની ગણી ચટણી અને 1 ચમચી લીલી ચટણી નાંખી ચણાની સેવ ભભરાવી સજાવટ કરવી.