પંચરવ ચટણી પુલાવ
 • 309 Views

પંચરવ ચટણી પુલાવ

Ingredients - સામગ્રી

 • 500 ગ્રામ બાસમતી ચોખા
 • 100 ગ્રામ મગની દાળ
 • 50 ગ્રામ ચણાની દાળ
 • 100 ગ્રામ મસૂર
 • 100 ગ્રામ તુવેરના લીલવા
 • 100 ગ્રામ ગાજર
 • 50 ગ્રામ ફ્લાવરનાં ફૂલ
 • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
 • 1 ટીસ્પન ધાણાજીરું
 • 1 લીંબુ
 • મીઠું, મરચું, હળદર, ઘી
 • તજ, લવિંગ, એલચી, ખાંડ
 • ચટણી – 100 ગ્રામ સિંગદાણા, 100 ગ્રામ નાળિયેરનું ખમણ, 5 લીલાં મરચાં, કટકો અાદું, 25 ગ્રામ લીલું લસણ, અડધી ઝૂડી લીલા ધાણા, મીઠું અને થોડી ખાંડ નાંખી ચટમી વાટવી. તેમાં થોડો લીંબુનો રસ નાંખવો.
 • ટોપિંગ માટે – 1 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • 1 ટીસ્પૂન તલ
 • 1/4 ઝૂડી લીલા ધાણા
 • થોડી મરચાંની ભૂકી

Method - રીત

ચોખાનો છૂટો ભાત બનાવી તેમાં મીઠું અને હળદર નાંખી તૈયાર કરવો. મગની દાળ, ચણાની દાળ અને મસૂરને 7-8 કલાક પાણીમાં પલાળી રાખવાં. પછી નિતારી, પાણીમાં કડક બાફી લેવાં. તુવેરના લીલવા, ગાજરના બારીક કટકા અને ફ્લાવરનાં ફૂલના કટકાને વરાળથી બાફવા. તેમાં મીઠું, ગરમ મસાલો, ધાણાજીરું નાંખવા.

એક વાસણમાં ઘી મૂકી, તેમાં તજ, લવિંગ અને એલચીનો વઘાર કરી ઉતારી લેવો. કેસરોલ ડિશમાં વઘાર નાંખી, તેમાં થોડો ભાત નાંખવો. તેના ઉપર ચટણી પાથરવી. તેના ઉપર દાળનું લેયર કરવું. તેના ઉપર ભાતનું લેયર કરવું. તેના ઉપર ચટણી રેડી, શાકનું લેયર કરવું. અામ ઉપરાઉપરી ભાત, દાળ, શાકનું લેયર કરવું અને વચ્ચે ચટણી રેડવી. ઉપરનું લેયર ભાતનું રાખી, તેના ઉપર કોપરાનું ખમણ અને લીલા ધાણા ભભરાવી થોડી મરચાંની ભૂકી છાંટવી. પછી ગરમ ઓવનમાં 325 ફે. તાપે 20 મિનિટ બેક કરવું. પુલાવ તૈયાર થઈ જાય એટલે ચટણી સાથે પીરસવી.