પનીર સેન્ડવિચ
  • 315 Views

પનીર સેન્ડવિચ

Ingredients - સામગ્રી

  • 4 બ્રેડ સ્લાઈસ
  • 2 બાફેલા બટાટા
  • 10 પનીરના ટુકડા
  • 1 ડુંગળી
  • 1/2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
  • 1/2 ટીસ્પૂન ચાટ મસાલો
  • 1 ટીસ્પૂન બટર
  • મીઠું સ્વાદ અનુસાર

Method - રીત

- બટાટાની છાલ ઉતારીને તેને સ્મેશ કરી લો.
- પનીરના ટુકડાને પણ સ્મેશ કરી લો.
- બ્રેડ સિવાયની બાકીની સામગ્રીને ઝીણી સમારીને બટાટા અને પનીર સાથે મિક્સ કરો.
- બ્રેડની એક સ્લાઈસ પર બટર લગાડી દો.
- આ જ સ્લાઈસ પર તૈયાર કરેલું મિશ્રણ પાથરો.
- હવે આ બ્રેડ સ્લાઈસ પર બીજી સ્લાઈસ ગોઠવી દો અને તેને ટોસ્ટરમાં ટોસ્ટ કરી લો.
- તૈયાર છે પનીર સેન્ડવિચ, જેને સોસ અથવા ચટણી સાથે સર્વ કરી શકો છો.