પાપડના પરોઠા
 • 296 Views

પાપડના પરોઠા

Ingredients - સામગ્રી

 • 10 નંગ પાપડ
 • 200 ગ્રામ બટાકા (બાફી, છોલી, કટકી)
 • 2 ડુંગળી, 2 ટામેટાં, 2 કેપ્સીકમ
 • 1 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • 1 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
 • 1 ટીસ્પૂન અાદુંની પેસ્ટ
 • સ્પૂન લસણની પેસ્ટ
 • 1/2 ઝૂડી લાલા ધાણા, 1 લીંબુ
 • 200 ગ્રામ મેંદાનો લોટ
 • 100 ગ્રામ ઘઉંનો લોટ
 • મીઠું, મરચું, ખાંડ, તેલ, હિંગ - પ્રમાણસર

Method - રીત

પાપડને તેલ લગાડી, તવા ઉપર શેકી લેવા. પછી તેનો ઝીણો ભૂકો કરવો. એક વાસણમાં તેલ મૂકી, હિંગ નાંખ, ડુંગળીનું કચુંબર વઘારવું. બદામી થાય એટલે અાદું-મરચાં-લસણની પેસ્ટ નાંખવી. પછી તેમાં બટાકાની કટકી, કેપ્સીકમની કતરી, ટામેટાના બારીક કટકા, મીઠું, મરચું, ખાંડ, અને કોપરાનું ખમણ નાંખી હલાવી, ઉતારી લેવું. પછીથી પપડનો ભૂકો, લીંબુનો રસ અને લીલા ધાણા નાંખી પૂરણ તૈયાર કરવું.

મેંદાનો લોટ અને ઘઉંનો લોટ ભેગો કરી, ચાળી લેવો. તેમાં મીઠું અને તેલનું મોણ નાંખી, કણક બાંધી, એક કલાક ઢાંકીને રહેવાદેવી. પછી કેળવી, તેમાંથી પાતળી રોટલી વણી, તેના ઉપર પૂરણ પાથરી, બીજી તેજ સાઈઝની રોટલી બનાવી ઉપર મૂકવી. બન્ને રોટલીની કિનાર બરોબર દબાવી દેવી અને થોડી વાળી દેવી. તવા ઉપર તેલ મૂકી, બન્ને બાજુ પરોઠા તલી લેવા. પીરસતી વખતે તેના ઉપર થોડું બટર લગાડી, લીલી ચટણી સાથે અાપવા.