પરોઠા પીઝા
 • 303 Views

પરોઠા પીઝા

Ingredients - સામગ્રી

 • પરોઠા માટે
 • 400 ગ્રામ મેંદો
 • 100 ગ્રામ રવો
 • 100 ગ્રામ કોર્નફ્લોર
 • મીઠું, ઘી, ચોખાનો લોટ
 • ફિલિંગ માટે –
 • 400 ગ્રામ બટાકા
 • 200 ગ્રામ વટાણા
 • 5 લીલાં મરચાં, કટકો અાદું
 • 1 ઝૂડી લીલા ધાણા
 • 4 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • 2 ટેબલસ્પૂનગરમ મસાલો
 • 1 ટેબલસ્પૂન તલ
 • 1/2 ટીસ્પૂન લીંબનાં ફૂલ
 • મીઠું, તેલ, ખાંડ, હિંગ
 • ટોપિંગ માટે –
 • 100 ગ્રામ મગની દાળ
 • 100 ગ્રામ ચીઝ
 • 2 કેપ્સીકમ
 • 2 ટામેટાં
 • મીઠું, મરી, માખમ, ટોમેટો સોસ

Method - રીત

કોર્નફ્લોર અને ઘીને ફીણી સાટો તૈયાર કરવો. મેંદો અને રવો ભેગા કરી, તેમાં મીઠું અને ઘીનું મોણ નાંખી, કણક બાંધવી. એક કલાક કણકને ઢાંકી રહેવા દેવી. પછી કેળવી સુંવાળી બનાવવી. ચોખાનું અટામણ લઈ પરોઠા વણી, સાટો લગાડવો. પછી અડધો ભાગ વાળી તેના ઉપર સાટો લગાડવો, પછી તેના મોટા કટકા કરવા.

બટાકાને બાફી, છોલી, માવો કરવો. પટાણાને બાફવા, એક તપેલીમાં તેલ મૂકી હિંગનો વઘાર કરી બટાકા અને વટાણા વઘારવા. પછી તેમાં મીઠું, ખાંડ, લીલાં મરચાંના કટકા, અાદુંનું છીણ, તલ, ગરમ મસાલો અને લીંબુના ફુલ નાંખી, હલાવી ઉતારી લેવું. તેમાં કોપરાનું ખમણ અને લીલા ધાણા નાંખોા.

ચોખાના લોટનું અટામણ લઈ કણકનો તૈયાર કરેલો એક કટકો લઈ પૂરી વણી વચ્ચે બટાકાનું મિશ્રણ મૂકી, પૂરી વાળી, પરોઠા વણવા, તવા ઉપર ધીમે તાપે ઘીથી તળી ઠંડાં પાડવાં.

મગની દાળને પાણીમાં રાત્રે પલાળી, કડક રહે તેટલી બાફવી. એક બેકિંગ ડિશમાં માખણ લગાડી, પરોઠા મૂકવા. તેના ઉપર 1 ચમચો સોસ નાંખવો તેના ઉપર ડુંગળીનું કચુંબર અને પછી મગની દાળમાં મીઠું અને મરીનો ભૂકો નાંખી મૂકવી. ઉપર કેપ્સીકમની રિંગ અને ટામેટાની રિંગ મૂકી, ખમણેલું ચીઝ ભભરાવવું. માખણનાં થોડાં ટપકાં મૂકી, મોડરેટ ઓવનમાં ચીઝ ઓગળે ત્યાં સુધી બેક કરવું. પછીથી લીલા લસણની ચટણી સાથે પરસવાં.