પરવળને ધોઈ, વરાળથી સાધારણ, કડક બાફી લેવાં. ઠંડા પડે એટલે રવૈયાં જેમ કાપવાં. ચણાની સેવમાં થોડુંક મીઠું, મરચું, ગરમ મસાલો બનાવી, પરવળમાં ભરવો. એક તપેલીમાં તેલ મૂકી, રાઈ, હિંગનો વઘાર કરી, રવૈયાં વગારવાં. ઉપરનું પડ કડક થાય એટલે ઉતારી, વધેલી સેવનો મસાલો ભભરાવવો.