પોંકના પકોડા
  • 273 Views

પોંકના પકોડા

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ લીલો પોંક
  • 200 ગ્રામ ચણાનો લોટ
  • 2 ડુંગળી, 1 કેપ્સીકમ
  • 2 ટેબલસ્પૂન તલ
  • 1 ટેબલસ્પૂન અાદું-મરચાંની પેસ્ટ
  • 1 ટીસ્પૂન લીલું લસણ (સમારીને)
  • 1 ટીસ્પૂન ગરમ મસાલો
  • 1/2 ઝૂડી લીલા ધાણા, 1 લીંબુ
  • મીઠું, હળદર, મરચું, ખાંડ, તેલ, ચપટી સોડા

Method - રીત

પોંકનો મિક્સરમાં ભૂકો કરવો. તેમાં ચણાનો લોટ, ડુંગળીનું બારીક કચુંબર, કેપ્સીકમની ઝીણી કતરી, તલ, અાદું-મરચાંની પેસ્ટ, લીલું લસણ, મીઠું, હળદર, મરચું, ખાંડ, ગરમ મસાલો, ચપટી સોડા, બારીક સમારેલા લીલા ધાણા અને લીંબુનો રસ નાંખી ખીરું બાંધવું. ખીરું સાધારણ કઠણ રાખું. પછી તેમાં 2 ચમચી ગરમ તેલ નાંખી, હલાવી, તેલમાં પકોડા તળી લેવા. લીલી ચટણી અથવા ટોમેટો કેચપ સાથે સર્વ કરવા.