પૌઆની ભેળ
 • 481 Views

પૌઆની ભેળ

Ingredients - સામગ્રી

 • 100 ગ્રામ મગ
 • 100 ગ્રામ મસૂર
 • 100 ગ્રામ મગની દાળ
 • 500 ગ્રામ નાયલોનના પૌઆ
 • નંગ-10 પાપડ, નંગ-10 કાજુ
 • 50 ગ્રામ શિંગદાણા
 • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
 • 2 ટેબલસ્પૂન સૂકા કોપરાનું છીણ
 • 2 ટેબલસ્પૂન સૂકા કોપરાનું છીણ
 • 2 ટેબલસ્પૂન તલ
 • 1 ટેબલસ્પૂન ખસખસ
 • 1 ટીસ્પૂન દળેલી ખાંડ
 • 100 ગ્રામ ચણાની સેવ
 • મીઠું, મરચું, હળદર, સોડા, તેલ, લીંબુનાં ફૂલ,
 • હિંગ, અજમો, વરિયાળી, લીમડાના પાન

Method - રીત

મગને રાત્રે પાણીમાં પલાળવા. સવારે કપડામાં બાંધી, ઉપર વજન મૂકવું. 24 કલાકે તેમાં ફણગા ફૂટશે. પછી તેલમાં ખંખણા તળી લેવા. મસૂરને રાત્રે પાણીમાં સોડા નાંખી પલાળી રાખવા. બીજે દિવસે કોરા કરી, તેલમાં ખંખણા તળી લેવા. મગની દાળને પણ પાણીમાં સોડા નાંખી, પલાળી, કપડા ઉપર બે કલાક કોરા કરી, પછી તેલમાં ખંખણી તળી લેવી. પછી મગનાં વરોડાં, મસૂર અને મગદની દાળને ચાળણીમાં નાંખી, તેલ નિતારી, કોરી કરવી. પૌઆને તેલ વગર ધીમા તાપે ખંખણા શેકી લેવા. પાપડને તેલમાં તળી, ભૂકો કરવો. શિંગદાણાને શેકી, છોડાં કાઢી, અડધિયાં કરી, તેલમાં તળવાં. પછી બધું ભેગું કરી, તેમાં મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો, કોપરાનું ખમણ, તલ, ખસખસ, દળેલી ખાંડ, કાજુના કટકા અને લીંબુના ફૂલ નાંખી, હલાવી, ભેળ તૈયાર કરી, થોડું તેલ ગરમ મૂકી હિંગ, અજમો, વરિયાળી, તલ અને લીમડાના પાન નાંખી ભેળ વઘારવી. પીરસતી વખતે તળેલા પાપનો ભૂકો નાંખવો.