પૌઆનો હાંડવો
 • 111 Views

પૌઆનો હાંડવો

Ingredients - સામગ્રી

 • 250 ગ્રામ પૌઆ
 • 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 1 લીંબુ
 • મીઠું, મરચું, હળદર, ખાંડ, તેલ, રાઈ, હિંગ
 • ફિલિંગ માટે –
 • 100 ગ્રામ લીલા વટાણા
 • 2 બટાકા, 2 કેપ્સીકમ, 2 ગાજર
 • 2 લીલાં મરચાં, કટકો અાદું, 1 લીંબુ
 • 1 ઝૂડી લીલા ધાણા
 • 1 ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ
 • 1 ટીસ્પૂન તલ
 • મીઠું, ખાંડ, તેલ - પ્રમાણસર

Method - રીત

બટાકાને બાફી, માવો કરવો. લીલા વટાણાને વરાળથી બાફવા. ગાજરનું છીણ કરવું. કેપ્સીકમનાં બી કાઢી, બારીક કતરી કરવી. એક વાસણમાં તેલ મૂકી, ગરમ થાય એટલે ડુંગળીનું કચુંબર વઘારવું. બદામી થાય એટલે બટાકાનો માવો, લીલા વટાણા,ગાજરનું છીણ, કેપ્સીકમની કતરી, મીઠું, ખાંડ, વાટેલા અાદું-મરચાં, નાળિયેરનું ખમણ અને તલ નાંખી બરાબર હલાવી, ઉતારી લીંબુનો રસ અને લીલા ધાણા નાંખી પૂરણ બનાવવું.

પૌંઅાને ધોઈ, થોડું પાણી છાંટી ઢાંકીને રાખવા. બરાબર પોચા અને કોરા થાય એટલે તેમાં મીઠું, હળદર, મરચું, ગરમ મસાલો, કાંડ અને લીંબુનો રસ નાંખી, હલાવી તેના બે ભાગ કરવા. એક બાઉલમાં વધારે તેલ લગાડી તેમાં અડધા ભાગના પૌંઅા દાબીને ભરવા. તેના ઉપર વટાણાનું પરણ પાથરવું. તેના ઉપર બાકીના પૌંઅા ચારે તરફ દબાવી દેવા. છેક ઉપર તેલ ગરમ કરી રાઈ-હિંગ નાંખી વઘાર કરવો. પ્રિહિટેડ ઓવનમાં હાંડવો બેક કરી લેવો. રતાશ પડતો થાય એટલે કાઢી, દહીંની ચટણી સાથે પીરસવો.