પૌઆનો પુલાવ
 • 343 Views

પૌઆનો પુલાવ

Ingredients - સામગ્રી

 • 100 ગ્રામ ફણગાયેલા મગ (વરોડાં)
 • 100 ગ્રામ લીલા વટાણા
 • 100 ગ્રામ બટાકા
 • 50 ગ્રામ સિંગદાણા
 • 500 ગ્રામ પૌઆ
 • 100 ગ્રામ ડુંગળી
 • 100 ગ્રામ પાકાં ટામેટાં
 • 5 લીલાં મરચાં, 2 મોટા કટકા અાદું
 • 1 ટીસ્પૂન ગરમ મસાલો
 • 1 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • 1 ઝૂડી લીલા ધાણા
 • મીઠું, મરચું, ખાંડ, તેલ
 • રાઈ, હિંગ, લીમડાનાં પાન

Method - રીત

વરોડાં અને લીલા વટાણાને વરાળથી બાફવાં. બટાકાને બાફી, છોલી, કટકા કરવા. શિંગદાણાને બાફી, છોડાં કાઢી અડધિયાં કરવાં. પૌઆને ધોઈ, થાળીમાંથી છૂટા કરી રાખવા.

એક તપેલીમાં તેલ મૂકી રાઈ, હિંગ અને લીમડાના પાનનો વઘાર કરી, ડુંગળીને સમારીને નાંખવી. બદામી રંગ થાય એટલે ટામેટાંના કટકા નાંખવા. ટામેટાંનો રસ થાય એટલે તેમાં વાટેલાં આદુ-મરચાં. મીઠું, ગરમ મસાલો અને ખાંડ નાંખવી. પછી તેમાં વટાણા, વરોડાં, બાફેલા શિંગદાણા, બટાકાની કટકી અને પૌઆ નાંખવા. થોડીવાર હલાવી, ઉતારી, કોપરાનું ખમણ અને લીલાં ધાણા નાંખવા