નાળિયેરનું ખમણ, સિંગદાણાને શેકી, છોલી તેનો ભૂકો, લીલાં મરચાંના કટકા, કાજુની કટકી, દ્રાક્ષ, તલ, લીંબુનો રસ, દળેલી ખાંડ, તજ-લવિંગ-મરી-જીરુંનો ભૂકો, મીઠું અને લીલા ધાણા નાંખી ભરવા માટેનો મસાલો તૈયાર કરવો.
પૌઆને પાણીમાં ધોઈ, થાળીમાં છૂટા કરવા. કોરા અને પોચા થાય એઠલે બરાબર મસળી નાંખવા અથવા વાટી લેવા. બટાકાને બાફી, છોલી વાટીને પૌઆમાં ભેળવી દેવાં. તેમાં મીઠું, વાટેલાં આદુ-મરચાં અને લીંબુનો રસ નાંખી, સારુ મસળી કણક તૈયાર કરવી.
એક થાળીમાં ઉપર ભીનો રુમાલ પાથરી, તેના ઉપર કણકમાંથી લૂઓ લઈ રોટલો થાપવો, વેલણથી વણી પણ શકાય છે. પછી તેના ઉફર ગરમ મસાલો પાથરી તેનો વીંટો વાળી કટકા કાપવા. ચોખાના લોટમાં હાથ બોળી, કટકો હાથમાં લઈ બરાબર દબાવી, પેણીમાં તેલ મૂકી બે-ત્રણ વડી મૂકી તળી લેવી. તવા ઉપર પણ તળી શકાય.
(વડીને બદલે પેટીસ પણ બનાવી શકાય છે. પૌઆ – બટાકાની કણકમાંથી લૂઓ લઈ, વાડકી આકાર કરી, મસાલો ભરી, બંધ કરી, પેટીસ બનાવી તેલમાં તળી લેવી.