પૌઆના સ્ટફડ દહીં વડાં
  • 148 Views

પૌઆના સ્ટફડ દહીં વડાં

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ નાઈલોન પૌઆ
  • 2 ટેબલસ્પૂન કોર્નફ્લોર
  • 1 ટેબલસ્પૂન ચણાનો લોટ
  • 2 કપ છાશ
  • મીઠું, મરચું, તેલ
  • ફિલિંગ માટે –
  • 100 ગ્રામ લીલા વટાણા, 100 ગ્રામ તુવેરના લીલવા,
  • 1 ટેબલસ્પૂન આદુ-મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન લસણની પેસ્ટ (ઐચ્છિક)
  • 1 ટેબલસ્પૂન તલ, 1/2 ઝૂડી લીલા ધાણા, 1 લીંબુ, મીઠું, ખાંડ, તેલ, તજ, લવિંગ

Method - રીત

લીલા વટાણા અને તુવેરના લીલવાને વાટી ભૂકો બનાવવો. એક તપેલીમાં તેલમ મુકી, ગરમ થાય એટલે તજ-લવિંગ (અધકચરા કરી) નાંખી ભૂકો વઘારવો. તેમાં મીઠું, ખાંડ, આદુ-મરચાંની પેસ્ટ, અને તલ નાંખી, બફાય અને કોરું થાય એટલે ઉતારી, લીંબુનો રસ અને લીલા ધાણા નાંખી, હલાવી પૂરણ તૈયાર કરવું.

પૌઆને ધોઈ, તરત જ ચાળણીમાં કાઢી લેવા. કોરા થાય અને ફૂલી જાય એટલે તેમાં કોર્નફ્લોર, ચણાનો લોટ, મીઠું, મરચું નાંખી, મસળી લૂઓ બનાવવો. હાથમાં તેલ લગાડી, લૂઆને દાબી, તેમાં પૂરણ ભરી વડાં બનાવવા. તેલમાં તળી લેવાં. વડાં ઠંડા પડે એટલે છાશમાં બોળી તરત જ કાઢી લેવાં.

એક બાઉલમાં બે વડાં મૂકી ઉપર દહીં (મીઠું-ખાંડ નાંખી) પાથરવું. તેના ઉપર 1 ચમચી ખજૂર-અાંબલીની ચટણી નાંખી, થોડી ચણાની સેવ ભભરાવી સજાવટ કરવી.