પાતળભાજી
 • 632 Views

પાતળભાજી

Ingredients - સામગ્રી

 • 100 ગ્રામ ચણાની દાળ
 • 100 ગ્રામ અળવીના પાન
 • 25 ગ્રામ સિંગદાણા,
 • 25 ગ્રામ ચણાનો લોટ
 • 2 ટેબલસ્પૂન દક્ષિણી ગરમ મસાલો
 • 2 ટેબલસ્પૂન તલ,
 • 7 કળીલસણ
 • 5 લીલાં મરચાં,
 • 1 કટકો આદું
 • મીઠું, મરચું, હળદર, ગોળ, આબલી,
 • સોડા,તેલ, રાઈ, હિંગ
 • આખાં મરચાં - પ્રમાણસર

Method - રીત

એક તપેલીમાં પાણીનું અધરણ મૂકી, ઉકળે એટલે ચણાની દાળ ધોઈને નાંખવી. ચપટી સોડા નાંખવો. અડધી બફાય એટલે તેમાં અળવીનાં પાનની નસ કાઢી, સમારી, ધોઈ, અંદર નાંખવા. શિંગદાણાને શેકી, છોડાં કાઢી, અધકચરા ખાંડીને નાંખવા. બધું બરાબર બફાય એટલે ચણાના લોટને પાણીમાં મિક્સ કરી અંદર નાંખવો. પછી મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો, તલ, વાટેલાં અાદું-મરચાં અને ગોળ-આબલીનું જાડું પાણી નાંખવું. તેલમાં રાઈ, હિંગ અને આખાં મરચાના કટકાનો વઘાર કરવો. જાડું રસાદાર થાય એટલે ઉતારી, વાટેલું લસણ અને લીલા ધાણા નાંખવા.