પાતરાં
  • 533 Views

પાતરાં

Ingredients - સામગ્રી

  • 750 ગ્રામ ચણાનો લોટ
  • 5 લીલાં મચરાં, કટકો અાદું
  • 25 ગ્રામ તલ
  • 25 ગ્રામ સૂંકું કોપરું
  • 500 ગ્રામ ચણવીનાં પાન
  • 2 ડુંગળી, 7 કળી લસણ (અૈચ્છિક)
  • મીઠું, મચરું, હળદર, ધાણાજીરું, ગોળ, અાંબલી,
  • તેલ, હિંગ, સોડા - પ્રમાણસર

Method - રીત

ચણાના લોટમાં મીઠું, મરચું, હળદર, વાટેલાં અાદું-મરચાં, વાટેલું લસણ, તલ, સમારેલી ડુંગળી, કોપરાનું છીણ, થોડો સોડા, હિંગ અને ગોળ-અાંબલીનો જાડો રસ નાંખી, પાન ઉફર ચોપડાય તેવું ખીરું બાંધવું.

પાનનાં ડીંટાં અને નસ કાઢી, ધોઈ, કપડાથી કોરાં કરવાં. થાળીને ઊંધી મૂકી, તેના ઉપર પાન ઊંધું મૂકવું એટલે સુંાળી બાજુ નીચે રાખવી. તેના ઉપર ખીરું ચોપડવું. ઉપરાઉપરી ત્રણ પાન મૂકવાં અને ખીરું ચોપડવું. પહેલું પાન મોટું લેવું. પછી બીજું પાન નાનું અને તેનો નીચેનો ભાગ ઉપર અને ઉપરનો ભાગ નીચે રાખવો. ત્રીજું પાન પહેલું પાન મૂક્યુ હોય તેના જેમ જ મૂકવું. બાજુની પટ્ટી વાળી તેના ઉપર પણ ખીરું લગાડવું. તેનો સખત વીંટો વાળી ઢોકળાના સંચામાં અથવા કૂકરમાં વરાળથી બાફવા. બરાબર બફાય અને કાળાશ ઉપર રંગ થાય એટલે ઉતારી લેવા. બરાબર ઠંડાં પડે એટલે તેના કટકા કાપી તેલમાં તળી લેવા.

પાતરાંને વઘારીને પણ બનાવી શકાય છે. એક પેણીમાં તેલ મૂકી, તેમાં રાઈ, હિંગ, અજમો અને તલ નાંખી, પાતરાં વઘારવા. ઉપર લીલો મસાલો ભભરાવવો.