તુવેરના લીલવાને અધકચરા વાટવા. બટાકાને બાફી, છોલી નાની કટકી કરવી. એક વાસણમાં થોડું તેલ મૂકી, હિંગનો વઘાર કરી, લીલવાનો ભૂકો વઘારવો. તેમાં મીઠું નાંખી, ઢાંકણ ઢાંકી બફાવા દેવો. બરાબર બફાય એટલે તેમાં તલ, લીલાં મરચાંના કટકા, ગરમ મસાલો, ખાંડ અને કોપરાનું ખમણ નાંખી, હલાવી ઉતારી લેવું પછી તેમાં વાટેલું લસણ, લીંબુનો રસ અને લીલા ધાણાને સમારી, ધોઈ, કોરા કરીને નાંખવા.
ચણાના લોટમાં મીઠું, હળદર ચપટી સોડા અને થોડું મરચું નાંખી, ભજિયાં જેવું ખીરું બનાવવું.
અળવીનાં પાનને વચમાંથી ચીરી બે ભાગ કરવા. તેના ઉપર ચણાના લોટનું ખીરું લગાડી દરેકની વચમાં મસાલો મૂકી સમોસાં વાળવાં. પછી બધી બાજુ ચણાનું ખીરું લગાડી, તેલમાં તળી લેવા.