પાતરા-ઉસળ
 • 369 Views

પાતરા-ઉસળ

Ingredients - સામગ્રી

 • 250 ગ્રામ સફેદ મોટા ચોળા
 • 250 ગ્રામ બટાકા
 • 250 ગ્રામ ચણાનો લોટ
 • 100 ગ્રામ કણકી-કોરમાનો લોટ
 • 250 ગ્રામ અળવીનાં પાન
 • 100 ગ્રામ ડુંગળી
 • 250 ગ્રામ ટામેટાં
 • મીઠું, હળદર, મરચું, ગોળ
 • અાંબલી, તેલ, હિંગ – પ્રમાણસર
 • વાટવાનો મસાલો –
 • 50 ગ્રામ નાળિયેરનું ખમણ
 • 5 લીલાં મરચાં, 2 મોટાં કટકા અાદું
 • 10 કળીલસણ
 • 5 કાશ્મીરી મરચાં
 • 1/2 ઝૂડી લીલા ધાણા
 • બધું વાટી લીલો મસાલો બનાવવો.
 • સૂકો મસાલો – 7 લવિંગ, 4 કટકા તજ, 1 ચમચી ધાણા, 1 ચમચી જીરું, 1 ચમચી મરી, 4 કટકા તમાલપત્ર. બધું થોડા તેલમાં શેકી, ખાંડી, ચાળી, તેમાં એક ચમચી અામચૂર નાંખી, ગરમ મસાલોતૈયાર કરવો.

Method - રીત

ચોળાને રાત્રે પલાળી, સવારે કપડામાં બાંધી, ઉપર વજન મૂકવું. 24 કલાકે તેમાં ફણગા ફૂટશે. પછી કપડામાંથી કાઢી, વરાળથી ચોળા બાફી લેવાં. બટાકાને બાફી, છોલી નાના કટકા કરવા.

ચણાના લોટ અને કણકીના કોરમાનો લોટ ભેગો કરી તેમાં મીઠું, હળદર, અડધા ભાગનો લીલો મસાલો અને તેલનું મોણ નાંખી, ગોળ – અાંબલીના પાણીથી જાડું ખીરું બાંધવું. અળવીના પાનને ધોઈ, કોરાં કરી, નસ કાઢવી, તેના ઉપર ખીરું પાતળું ચોપડવું. નાના નાના કઠણ વીંટા વાષી નાના કટકા કરવા. એક તપેલીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે તેલમાં કટકા ગોઠવવા. રતાશ પડતા થાય એટલે ઉથલાવી બીજી બાજુ સાંતળવા. બન્ને બાજુ બદામી રંગ થાય એટલે ઉતારી લેવા.

એક તપેલીમાં તેલ મૂકી, તેમાં હિંગ નાંખી, ડુંગળીનું કચુંબર વઘારવું. બ્રાઉન કલર થાય એટલે તેમાં ટામેટાંના બારીક કટકા નાંખવા. એકરસ થાય એટલે તેમાં બાકી રહેલો લીલો મસાલો અને સૂકો મસાલો નાંખી, સાંતળવો. સુગંધ અાવે એટલે તેમાં બાફેલા ચોળા, બટાકાના કટકા, મીઠું, હળદર અને 1 કપ પાણી નાંખવું. રસો જાડો થાય એટલે ઉતારી લેવું.

એક ડીશમાં ઉસળ કાઢી, તેમાં પાતરા ગોઠવી, ઉપર કોપરાનું ખમણ લીલા ધાણા ભભરાવવા