એક તપેલીમાં તેલ મૂકી, તજ, લવિંગનો વઘાર કરી વટાણા વઘારવા. તેમાં પાણી, મીઠું અને ચપટી સોડા નાંખવો. બટાકાને બાફી, છોલી કટકા કરવા. 2 બટાકાનો ભૂકો કરવો. વટાણા બફાય એટલે મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો, ગોળ, વાટેલાં આદું-મરચાં, બટાકાના કટકા, બટાકાનો ભૂકો અને ટામેટાંને બાફી, સૂપના સંચાથી ગાળી, રસ નાંખવો. ચણાના લોટમાં મીઠું, હળદર, મરચું, તલ અને તેલનું મોણ નાંખી, ખીરું બનાવી, તેના નાનાં ભજિયાં તેલમાં તળીને નાંખવા. ભજિયાં પોચાં થાય એટલે ઉતારી, નાળિયેરનું ખમણ અને લીલા ધાણા નાંખવા. અા શાકમાં મેથીની ભાજી પણ નાંખી શકાય.