મેંદાના લોટમાં મીઠું નાખી ચાળી લેવો. તેમાં તેલનું મોણ નાખી પૂરી જેવો લોટ બાંધવો. નાની ગોળ વાડકી લેવી. પૂરી વણી બહારના ભાગમાં ચોંટાડી, વાડકી સાથે પૂરી, વધારે તેલમાં તળવા મૂકવી. તળ્યા પછી વાડકી ઠંડી પડશે એટલે એની મેળે કટોરી છૂટી પડશે.
લીલા વટાણાને મિક્સરમાં કરકરા વાટી લેવા. એક વાસણમાં તેલ મૂકી, હિંગ નાંખી બફાય એટલે ઉતારી લેવું. તેમાં લીંબુનો રસ અને લીલા ધાણા નાખી પૂરણ તૈયાર કરવું.
એક કટોરીમાં પૂરણ ભરી, તેના ઉપર ભૂંસું નાંખવું. પછી ડુંગળીનું ઝીણું કચુંબર, ટામેટાના બારીક કટકા નાખવા. તેના ઉપર સેવ ભભરાવવી. એક ચમચી લીલી ચટણી અને એક ચમચી ખૂજર-અાંબલીની ચટણી રેડવી. અાવી રીતે બધી કટોરી તૈયાર કરી, એક બાઉલમાં મૂકી સર્વ કરવી.