વટાણા અને પનીર
 • 658 Views

વટાણા અને પનીર

Ingredients - સામગ્રી

 • 250 ગ્રામ લીલા વટાણા
 • 250 ગ્રામ પનીર
 • 1, 1/2 કપ નાળિયેરનું દૂધ
 • 1 લીંબુ,
 • 1 ડુંગળી
 • મીઠું, ઘી, તેલ
 • વાટવાનો મસાલો –
 • 5 લાલ સૂકાં મરચાં
 • 1 ડુંગળી, 7 કળી લસણ
 • 1 ટીસ્પૂન ધાણા, 1 ટીસ્પૂન જીરું
 • 10 મરીના દાણા, 2 ટીસ્પૂન ખસખસ
 • લાલ સૂકાં મરચાંને સાધારણ ગરમ પાણીમાં પલાળી રાખવાં. ખસખસને શેકવી. ધાણા-જીરુંને થોડા તેલમાં શેકવાં. પછી બધું ભેગું કરી, મિક્સરમાં વાટી પેસ્ટ બનાવવી.

Method - રીત

વટાણાને બાફવા. પનીરના ત્રિકોણ કટકા કરી ઘીમાં તળી લેવા.
એક વાસણમાં તેલ મૂકી, તેમાં ડુંગળીનું બારીક કચુંબર સાંતળવું. પછી મસાલાની પેસ્ટ નાખવી સુંગધ અાવે એટલે વટાણા અને પનીરના કટકા નાખવા. થોડી વાર પછી નાળિયેરનું જાડું દૂધ નાખવું. ધીમા તાપ ઉપર પાંચ મિનિટ રાખવું. પછી ઉતારી લીંબનો રસ નાખી પરોઠા, નાન અથવા પૂરી સાથે શાક પીરસવું.