વટાણાના પાતુઅા
  • 370 Views

વટાણાના પાતુઅા

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ લીલા વટાણા
  • 25 ગ્રામ સૂકા કોપરાનું છીણ
  • 1 ટેબલસ્પૂન તલ, 1 ટેબલસ્પૂન ખસખસ
  • 1 ઝૂડી લીલા ધાણા, 1 ડુંગળી, 1 લીંબુ
  • 5 લીલાં મરચાં, કટકો અાદું
  • 7 કળી લસણ, 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
  • 1 ટીસ્પૂન ખાંડ, 250 ગ્રામ મેંદો
  • મીઠું, તેલ, ઘી, તજ, લવિંગ, દૂધ, માખણ

Method - રીત

લીલા વટાણાને વાટી લેવા. કોપરાના ખમણને શેકી, ઠંડું પડે એટલે હાથથી મસળી, ભૂકો કરવો. તલને શેકી, ભૂકો કરવો. ખસખસને સાફ કરી, શેકી લેવી. એક તપેલીમાં તેલ મૂકી, તજ-લવિંગનો વઘાર કરી, ડુંગળીનું કચુંબર વગારવું. બદામી રંગ થાય એટલે તેમાં વાટેલા લીલા વટાણા અને મીઠું નાંખી, ધીમા તાપ ઉપર મૂકવું. વટાણાનો ભૂકો બફાય એટલે તેમાં વાટેલાં અાદું-મરચાં, વાટેલું લસણ, તલ, ખસખસ, ગરમ મસાલો, ખાંડ અને કોપરાનું ખમણ નાંખી, હલાવી, ઉતારી, લીંબુનો રસ અને લીલા ધાણા નાંખી, પૂરણ તૈયાર કરવું.

મેંદાના લોટમાં મીઠું અને ઘીનું મોણ નાંખી, દૂધથી કણક બાંધવી. એક કલાક ઢાંકીને રહેવા દેવી. પછી ખાંડી, કેળવી, સુંવાળી બનાવવી. તેમાંથી લૂઓ લઈ, તેની મોટી પાતળી પૂરી વણી, તેના ઉપર થોડું માખણ લગાડવું. તેના ઉપર લીલવાનો મસાલો ચોંટેલો રહેશે પછી તેનો સખત રોલ વાળવો. તેના કટકા કરી તેને અાડા દબાવવા. બાખરવડીની માફક દબાવવા નહિ પણ વિરુદ્ધ બાજુએ દાબવા એટલે મસાલાનું ચક્કર દેખાય તેમ દાબવા. પછી બેંકિંગ ડિશને ઘી લગાડી કટકા ગોઠવી પ્રિહીટેડ ઓવનમાં 350 ફે.તાપે બેક કરવા. બદામી રંગ થાય એટલે કાઢી, કોઈ ચટણી સાથે પીરસવા.