વટાણાનાં ત્રિખૂટ
 • 165 Views

વટાણાનાં ત્રિખૂટ

Ingredients - સામગ્રી

 • 500 ગ્રામ લીલા વટાણા
 • 5 લીલાં મરચાં
 • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
 • 1 ટેબલસ્પૂન તલ
 • 1 ટેબલસ્પૂન ખસખસ
 • 25 ગ્રામ કોપરાનું ખમણ
 • 1 લીંબુ
 • 1 ટીસ્પૂન ધાણાજીરું
 • 1 ઝૂડી લીલા ધાણા
 • 500 ગ્રામ મેંદાનો લોટ
 • 2 ટેબલસ્પૂન કોર્નફ્લોર
 • મીઠું, ખાંડ, ઘી, દ્રાક્ષ, હિંગ, તેલ - પ્રમાણસર

Method - રીત

વટાણાને વાટી, તેલમાં થોડી હિંગ નાંખી, વટાણાનો ભૂકો વઘારવો. તેમાં મીઠું અને ચપટી સોડા નાંખવો, જેથી વટાણાનો રંગ લીલો રહે. વટાણાનો ભૂકો બફાય એટલે ખાંડ, લીલા મરચાં,ના કટકા, ગરમ મસાલો, તલ અને ખસખસ નાંખી, ઉતારી લેવું. પછી કોપરાનું ખમણ, દ્રાક્ષ, લીંબુનો રસ, ધાણાજીરું અને લીલા ધાણાને સમારી, ધોઈ, કોરા કરીને નાંખી, મસાલો તૈયાર કરવો.

મેંદાના લોટમાં મીઠું, કોર્નફ્લોર અને ઘીનું મોણ નાંખી, કઠણ લોટ બાંધી એક કલાક ઢાંકીને રહેવા દેવો. એક ચમચો ઘી લઈ, ફીણી, કણકને લગાડી ખૂબ કેળવી, તેમાંથી લૂઅા પાડવાં. તેની લાંબી પાતળી પૂરી વણી ઉપર તૈયાર કરેલો મસાલો મૂકી, બાકીની પૂરી ઢાંકી દેવી. પછી છરીથી અાજુબાજુનો ભાગ કાપી, ત્રિકોણ અાકાર કરવો. બન્ને કાપેલી બાજુએ કાંગરી પાડવી અથવા કિનારીએ દૂધ લગાડી બે પડ બરાબર દાબી દેવાં. પછી ઘીમાં ત્રિખૂટ તળી લેવા.

નોંધ – કોર્નફ્લોરથી પડ ફરસું થાય છે. તેને બદલે 1 ચમચી બેકિંગ પાઉડર નાંખી શકાય.