પાઈનેપલ બરફી
  • 348 Views

પાઈનેપલ બરફી

અનાનસનો પલ્પ કરવો. એક વાસણમાં ઘી મૂકી, તેમાં એલચીના દાણા નાંખી, પલ્પ નાંખવો. સાધારણ શેકી તેમાં ખાંડ નાંખવી. પછી તેમાં માવાને છૂટો કરી નાખવો. વાડકાને ગરમ કરી, તેમાં કેસર નાંખી, શેકી, વાટી, દૂધમાં ઘૂંટી નાંખવું.

Ingredients - સામગ્રી

  • 150 ગ્રામ પાઈનેપલ પલ્પ (અનાનસનો પલ્પ)
  • 150 ગ્રામ ખાંડ
  • 200 ગ્રામ માવો
  • 3 ટેબલસ્પૂન ઘી
  • 1 ટેબલસ્પૂન કાજુનો ભૂક
  • એલચી, કેસર, દૂધ, ચાંદીના વરખ

Method - રીત

અનાનસનો પલ્પ કરવો. એક વાસણમાં ઘી મૂકી, તેમાં એલચીના દાણા નાંખી, પલ્પ નાંખવો. સાધારણ શેકી તેમાં ખાંડ નાંખવી. પછી તેમાં માવાને છૂટો કરી નાખવો. વાડકાને ગરમ કરી, તેમાં કેસર નાંખી, શેકી, વાટી, દૂધમાં ઘૂંટી નાંખવું. ઘટ્ટ થાય એટલે કાજુનો ભૂકો અને એલચીનો ભૂકો નાંખી બરાબર હલાવી, થાળીમાં ઘી લગાડી હલવો ઠારી દેવો. સાધારણ ઠંડો પડે એટલે ચાંદીના વરખ લગાડવા. અથવા છોલેલી બદામની કાતરી અને ચારોળી ડિઝાઈન પાડી લગાડી દેવી.