દૂધમાં ખાંડ, મિલ્ક પાઉડર અને કસ્ટર્ડ પાઉડર નાંખી ઉકાળવું. જાડું થાય એટલે ઉતારી, ઠંડું પડે એટલે તેમાં બે પાઈનેપલની સ્લાઈસના કટકા, ક્રીમ, યલો કલર અને એસેન્સ નાંખી મિક્સરમાં બીટ કરવું.
દૂધમાં ખાંડ, મિલ્ક પાઉડર અને કસ્ટર્ડ પાઉડર નાંખી ઉકાળવું. જાડું થાય એટલે ઉતારી, ઠંડું પડે એટલે તેમાં બે પાઈનેપલની સ્લાઈસના કટકા, ક્રીમ, યલો કલર અને એસેન્સ નાંખી મિક્સરમાં બીટ કરવું. પછી એલ્યુમિનિયના ડબ્બામાં ભરી, રેફ્રિજરેટરમાં મૂકવું. ઢાંકણ ફિટ રાખવું. સેટ થાય એટલે ફરી મિક્સરમાં બીટ કરવું. પછી તેમાં પાઈનેપલની એક સ્લાઈસના કટકા નાખી હલાવી ડબ્બામાં મિશ્રણ ભરવું. તેના ઉપર એક પાઈનેપલ સ્લાઈસના કટકા, છોલેલી બદામની કાતરી અને કાજુની કાતરીથી સજાવટ કરી, ફ્રિઝરમાં આઈસક્રીમ જમાવવા મૂકવો. બરાબર ઠરી જાય એટલે કાઢી લેવો.