પીઝા
 • 852 Views

પીઝા

Ingredients - સામગ્રી

 • પીઝા બેઝ માટે -
 • 500 ગ્રામ મેંદો
 • 2/1-2 ટેબલસ્પૂન માખમ
 • 2 ટીસ્પૂન ડ્રાય યીસ્ટ
 • 1 ટીસ્પૂન દળેલી ખાંડ
 • મીઠું – પ્રમાણસર
 • સોસ માટે –
 • 500 ગ્રામ ટામેટા
 • નંગ-2 ડુંગળી
 • 7 કળી લસણ
 • 1 ટેબલસ્પૂન માખણ
 • 1 ટી સ્પૂન મરચું
 • 1 ટીસ્પૂન તજ-લવિંગનો ભૂકો
 • મીઠું સ્વાદ પ્રમાણે
 • એક વાસણમાં માખણ ગરમ કરી, તેમાં ડુંગળીનું કચુંબર અને લસણની પેસ્ટ નાંખી સાંતળવું, તેમાં બાફેલા ટામેટાના કટકા, મીઠું, મરચું, ખાંડ, તજ-લવિંગનો ભૂકો અને થોડું પાણી નાંખવું ઘટ્ટ થાય એટલે ઉતારી સોસ ગળી લેવો.
 • ટોપીંગ માટે –
 • નંગ–4 ટામેટા
 • નંગ–2 ડુંગળી
 • નંગ-2 કેપ્સીકમ
 • નંગ-2 લીલાં મરચાં
 • 1 ટેબલસ્પૂન માખણ
 • 1 પેકેટ મોઝેરેલા ચીઝ

Method - રીત

મેંદામાં મીઠું નાંખી ચાળવો. એક વાડકામાં ગરમ પાણીમાં ખાંડ નાંખવી. ખાંડ ઓગળે એટલે યીસ્ટ ભભરાવી ઢાંકણ ઢાંકી 15 મિનિટ રાખવું. યીસ્ટ ઓગળી જાય એટલે મેંદામાં માખણનું મોણ નાંખી, તેનાથી નરમ કણક બાંધવી. કણકને ભીના કડકાથી ઢાંકી ગરમ જગ્યાએ લગભગ 1 કલાક રાખવી. કણક ફૂલીને ડબલ થાય એટલે કણકને કેળવી, મેંદાના લોટનું અટામણ લઈ જાડો રોટલો વણવો. તેમાં કાંટાથી કાણા પાડવાં. બેકિંગ ટ્રેને ગ્રીઝ કરી, તેમાં રોટલો મૂકી, 5 મિનિટ બેક કરી કાઢી લેવો. પછી રોટલા ઉપર ટોમેટો સોસ લગાડી, તેના ઉપર ડુંગળીની સ્લાઈસ, કેપ્સીકમની કતરી, લીલાં મરચાંના બારીક કટકા, અને ટામેટાની રીંગ ગોઠવી છેલ્લે મોઝેરેલા ચીઝનું ખમણ ભભરાવી, માખણનાં ટપકાં કરવાં. ઓવનને થોડીવાર પહેલા ગરમ કરી, 300 ફે. ઉષ્ણતામાને 15 થી 20 મીનીટ બેક કરવું. ચીઝ ઓગળી જાય અને પીઝા ક્રિસ્પી થાય એટલે કાઢી, કટકા કરી ટોમેટો કેચપ સાથે પીરસવા.

વેરીએશન – વેજિટેબલ પીઝા બનાવવા હોય તો લીલા વટાણા, તુવેરના લીલવા, ફણસીના કટકા દરેક 100 ગ્રામ લઈ, બાફી, તેલમાં હિંગ નાંખી શાક વઘારવું. પછી તેમાં ગાજરનું છીણ, કેપ્સીકમની કતરી, મીઠું, ખાંડ, અાદુ-મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ નાંખી, ઉતારી લીંબુનો રસ, કોપરાનું ખમણ અને લલા ધાણા નાંખી, ફિલિંગ તૈયાર કરવું. પીઝાના રોટલા ઉપર સોસ લગાડી, ફિલિંગ મૂકી ઉફર ડુંગળી, ટામેટા, કેપ્સીકમની સ્લાઈસ અને ખમણેલું ચીઝ ભભરાવી બેક કરી વેજિટેબલ પીઝા પણ બનાવી શકાય.