ફણગાવેલા મગ, મઠ અને બટાકાને પ્રેશર કુકરમાં બાફવા. ડુંગળી અને ટામેટાંને બારીક સમારવાં. પૌંઅાને પાણીમાં ધોઈ થાળીમાં છૂટા કરી રાખવા.
એક તપેલીમાં તેલ મૂકી, તેમાં જીરું, હિંગ અને લીમડાના પાનનો વગાર કરી, ડુંગળી નાંખવી. બદામી રંગ થાય એટલે તેમાં બાફેલા મગ, મઠ, બટાકાના કટકા, પૌંઅા, મીઠું, મરચું, હળદર, ખાંડ, વાટેલાં અાદું-મરચાં અને ગરમ મસાલો નાંખી, ઉતારી લીંબુનો રસ અને લીલા ધાણા નાંખવા.
એક ડીશમાં મિસળ મૂકી, તેના ઉપર એક ચમચી લીલી ચટણી નાંખવી તેના ઉપર કોપરાનું ખમણ અને લીલા ધાણા ભભરાવવા. તેના ઉપર સેવ ભભરાવવી. ઉપર ટામેટાંના કટકા ગોઠવવા અને બે ચમચી દહીંની ચટણી નાંખવી.