પોટેટો ભાખરવડી
  • 353 Views

પોટેટો ભાખરવડી

Method - રીત

500 ગ્રામ બટાકાને બાફી, છોલી, વાટી લેવાં. તેમાં મીઠું અથવા સિંધવ અને લીંબુનો રસ નાંખી, મસળી માવો બનાવવો.

મસાલો – 50 ગ્રામ શિંગદાણા, 25 ગ્રામ ખસખસ, 5 લીલાં મરચાં, કટકો અાદું, થોડા લીલા ધાણા, તજ, લવિંગ, જીરું મીઠું અને થોડો ગોળ નાંખી મસાલો વાટવો.

બાખર – 50 ગ્રામ નાળિયેરનું ખમણ, 2 લીલાં મરચાંના કટકા, 1 નાની ઝૂડી લીલા ધાણા, તલ, મીઠું અને થોડી ખાંડ નાંખી બાખર તૈયાર કરવું.

બટાકાનો લૂઓ લઈ, રાજગરાના લોટનું અટામણ લઈ, મોટી પૂરી બનાવવી. તેના ઉપર ચટણી લગાડવી. પછી તેના ઉપર બાખર પાથરી, વીંટો વાળી, કટકા કાપવા. કટકાને રાજગરાના લોટમાં રગદોળી, તવા ઉપર તેલ મૂકી, બાખરવડી તળી લેવી.