બટાકાના બોલ્સ (ફરાળી)
  • 292 Views

બટાકાના બોલ્સ (ફરાળી)

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ બટાકા
  • 50 ગ્રામ રાજગરાનો લોટ
  • 1 લીંબુ
  • 7 લીલાં મરચાં, કટકો અાદું
  • મીઠું, તેલ - પ્રમાણસર

Method - રીત

બટાકાને બાફી, છોલી, એક કલાક રાખી, કોરા કરવા. પછી વાટી, તેમાં મીઠું, રાજગરાનો લોટ, લીંબુનો રસ અને ખૂબ બારીક વાટેલા અાદું-મરચાં નાંખી, બરાબર મસળી, તેમાંથી નાના બોલ્સ બનાવવા. પેણીમાં તેલ મૂકી, સારું ગરમ થાય એટલે ચાર બોલ મૂકી તળવા. વધારે સામટા તળવાથી છૂટી જવાનો સંભવ રહે છે. ઉપરથી કડક અને અંદરથી પોચા થાય છે.