પોટેટો – કેરટ પીઝા
 • 267 Views

પોટેટો – કેરટ પીઝા

Ingredients - સામગ્રી

 • પડ માટે –
 • 500 ગ્રામ બટાકા,
 • 250 ગ્રામ ગાજર
 • 3 બ્રેડની સ્લાઈસ
 • 4 લીલાં મરચાં,કટકો અાદું,
 • મીઠું – પ્રમાણસર
 • ફિલિંગ માટે –
 • 250 ગ્રામ લીલા વટાણા,
 • 100 ગ્રામ ફણસી
 • 100 ગ્રામ તુવેરના લીલવા
 • 2 લીલાં મરચાં, 1 લીંબુ
 • 1 ઝૂડી લીલા ધાણા
 • 2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • 1 ટેબલસ્પૂન તલ
 • 1 ટીસ્પૂન ગરમ મસાલો
 • 1/2 ટીસ્પૂન ખાંડ, મીઠું, તેલ,તજ, લવિંગ – પ્રમાણસર
 • સોસ માટે –
 • 1 કિલો ટામેટા
 • 2 ડુંગળી, 6 કળી લસણ,
 • 2 ટેબલસ્પૂન ખાંડ,
 • 1 ટેબલસ્પૂન લાલ મરચું
 • 1 ટેબલસ્પૂન તેલ
 • મીઠું – પ્રમાણસર
 • ઉપર ગોઠવવા માટે –
 • 100 ગ્રામ ચીઝ, 1 ટેબલસ્પૂન માખણ, 3 કેપ્સીકમ

Method - રીત

બટાકાને બાફી માવો બનાવવો. ગાજરને છોલી, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, કટકા કરી, વરાળથી બાફી, છૂંદો કરવો બન્ને ભેગા કરી, તમાં મીઠું, વાટેલા અાદું-મરચાં નાંખવા. બ્રેડની સ્લાઈસની બાજુથી કિનાર કાપી, પાણીમાં પલાળી દાબી પાણી કાઢી નાંખવું. પછી મસળી, બટાકા – ગાજરમાં નાંખી, કણક તૈયાર કરવી.

એક વાસણમાં પાણી ઉકાળી તેમાં થોડો સોડા નાંખી, લીલા વટાણા, ફણસીના કટકા અને તુવેરના લીલાવા નાંખી, બાફવા (કુકરમાં નહિ) તેમાં થોડુ મીઠું નાખવું. બફાઈ જાય એટલે ચાળણીમાં નાંખી, પાણી નિતારી લેવું. એક વાસણમાં તેલ, તજ-લવિંગનો વઘાર કરી શાક વઘારવું. તેમાં મીઠું, ખાંડ, ગરમ મસાલ,ો તલ, કોપરાનું ખમણ નાંખી, ઉતારી લેવું. પછી લીંબુનો રસ અને લીલા ધાણાને સમારી ધોઈ કોરા કરી નાંખવા.

એક તપેલીમાં તેલ મૂકી, તેમાં વાટેલું લસણ અને ડુંગળીનું કચુંબર નાંખવું. પછી તેમાં ટામેટાના કટકા, મીઠું, ખાંડ અને મરચું નાખવું. ઉકળે એટલે નીચે ઉતારી લેવું. ઠંડુ પડે એટલે મિક્સરમાં એકરસ કરવું. પાતળું લાગે તો ગરમ કરી જાડો રસો બનાવવો.

બેકિંગ ટ્રેમાં થોડું ગરમ તેલ નાંખવું. પછી બટાકાની કણકમાંથી રોટલો થાપી મૂકવો. તેના ઉપર તૈયાર કરેલું શાકનું પૂરણ પાથરવું. તેના ઉફર મરચાંની રિંગ ગોઠવવી. ઉપર ખમણેલું ચીઝ નાંખવું. થોડી જગ્યાએ માખણના ટપકાં મૂકવા. પછી પ્રિહીટેડ ઓવનમાં 350 ફે. ઉષ્ણતામાને 15 થી 20 મિનિટ બેક કરવું. કડક થય એટલે ઉતારી, ટોમેટો કેચપ સાથે પીરસવા.