બટાકાની ચકલી
  • 430 Views

બટાકાની ચકલી

Method - રીત

100 ગ્રામ સાબુદાણાને ધોઈ, થોડું પાણી નાંખી, પાંચ કલાક પલાળી રાખવા. 500 ગ્રામ બટાકાને બાફીને ત્રણ-ચાર કલાક રાખી મૂકવા, જેથી પાણી બરાબર સુકાઈ જાય. પછી બટાકા છોલી, વાટી નાખવા. તેમાં મીઠું અથવા સિંધવ, વાટેલાં અાદું-મરચાં, જીરુંનો ભૂકો નાંખી, હલાવવું. પછી તેમાં સાબુદાણા નાંખી, હલકે હાથે હલાવવું. તેમાં લીંબુના ફૂલ નાંખી, ચકલીના સંચાથી ચકલી પાડી, તડકામાં સૂકવી દેવી. બરાબર સૂકાય એટલે પેક ડબ્બામાં ભરી લેવી. જરુર વખતે તેલમાં તળવી.