પોટેટો-કોકોનટ બરફી
  • 351 Views

પોટેટો-કોકોનટ બરફી

એક વાસણમાં થોડું ઘી મૂકી, ગરમ થાય એટલે એલચીનો વઘાર કરી, બટાકાનો માવો નાળિયેરનું ખમણ અને ખાંડ નાંખવી. ખાંડ ઓગળી જાય એટલે મિલ્ક પાઉડર નાંખવો. સતત હલાવતાં રહેવું.

Ingredients - સામગ્રી

  • 1 કપ બાફેલા બટાકાનો માવો
  • ળિયેરનું ખમણ
  • 1/2 કપ મિલ્ક પાઉડર
  • 1/2 કપ ડ્રિંકિંગ ચોકલેટ પાઉડર
  • 1/2 કપ કાજુના કટકા
  • 2, 1/4 કપ ખાંડ
  • એલચી, ચારોળી, ઘી - પ્રમાણસર

 

Method - રીત

એક વાસણમાં થોડું ઘી મૂકી, ગરમ થાય એટલે એલચીનો વઘાર કરી, બટાકાનો માવો નાળિયેરનું ખમણ અને ખાંડ નાંખવી. ખાંડ ઓગળી જાય એટલે મિલ્ક પાઉડર નાંખવો. સતત હલાવતાં રહેવું. જેથી તેમાં ગાંઠા પડે નહિ. પછી ચોકલેટ પાઉડર અને ઘી નાંખી ધીમા તાપ ઉપર મૂકી હલાવવું. બરાબર ઘટ્ટ થાય એટલે કાજુના કટકા અને એલચીનો ભૂકો નાંખી, હલાવી ઉતારી લેવું. થાળીમાં ઘી લગાડી, બરફી ઠારી દેવી. ઉપર ચારોળી લગાડી દેવી. ચારોળીને બદલે ચાંદીના વરખ લગાડી શકાય.