બટાકા-લીલવાની રુમાલવડી
  • 264 Views

બટાકા-લીલવાની રુમાલવડી

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ બટાકા
  • 100 ગ્રામ ચણાનો લોટ
  • 1 ઝૂડી લીલા ધાણા, 1 લીંબુ
  • 5 લીલાં મરચાં, કટકો અાદું
  • 250 ગ્રામ તુવેરના લીલવા
  • 1 ટીસ્પૂન તલ
  • 50 ગ્રામ ખસખસ
  • 3 ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ
  • મીઠું, ખાંડ, તલ, તજ, લવિંગ

Method - રીત

બટાકાને બાફી, છોલી માવો કરવો. તેમાં ચણાનો લોટ, મીઠું, અડધા લીંબુનો રસ, અાદું અને ત્રણ વાટેલાં મરચાં નાંખી કણક તૈયાર કરવી.

લીલવાને વાટી લેવાં. એક વાસણમાં થોડું તેલ મૂકી, તજ-લવિંગ (અધકચરાં ખાંડી)નો વઘાર કરી લીલવાનો ભૂકો વઘારવો. તેમાં મીઠું નાંખી, ધીમા તાપે બફાવા દેવો. પછી તેમાં લીલાં મરચાંના કટકા, તલ, થોડી ખસખસ, ખાંડ નાંખી ઉતારી, તેમાં નાળિયેરનું ખમણષ અડધા લીંબુનો રસ અને લીલા ધાણાને ઝીણા સમારી, ધોઈ, કોરા કરી નાંખવા.

એક રુમાલને ભીનો કરી, થાળી ઉપર પાથરવો. તેના ઉપર બટાકાની કણકમાંથી પૂરી થાપવી. તેના ઉપર લીલવાનો મસાલો પાથરવો અને ત્રિકોણ અાકાર વાળવો. રુમાલ ધીમે રહીને કાઢી લેવો. પછી ખસખસમાં રગદોળી તવા ઉપર તેલ મૂકી રુમાલવડી તળી લેવી.