બટાકાનો મગજ
  • 426 Views

બટાકાનો મગજ

બટાકાને વરાળથી બાફી, છોલી માવો બનાવવો. અાને માટે ચીકાશ વગરના બટાકા લેવા.

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ બટાકા
  • 100 ગ્રામ ચણાનો લોટ
  • 500 ગ્રામ ખાંડ
  • 50 ગ્રામ માવો
  • 1 ટીસ્પૂન એલચીનો ભૂકો
  • ચપટી બરાસ (અૈચ્છિક)
  • ઘી, યલો કલર, ચારોળી

Method - રીત

બટાકાને વરાળથી બાફી, છોલી માવો બનાવવો. અાને માટે ચીકાશ વગરના બટાકા લેવા.

ચણાના લોટમાં 1 ચમચી દૂધ અને 1 ચમચી ઘી નાંખી ધાબો દેવો. ચાળણીથી ચાળી, રવાદાર ભૂકો બનાવવો. ઘીમાં ધીમા તાપે બદામી રંગનો શેકી તૈયાર કરવો.

એક વાસણમાં ઘી મૂકી બટાકાનો માવો નાંખવો. ઘી થોડે થોડે અંતરે નાંખી, બરાબર શેકવો. પછી તેમાં ખાંડ, માવો, એલચીનો ભૂકો અને થોડોક પીળો કલર નાંખવો. ઠરે તેવું થાય એટલે ચણાનો લોટ નાંખી, બરાબર હલાવી, ઉતારી લેવું. બરાસની ફ્લેવર પસંદ હોય તો ચપટી બરાસ નાંખી, થાળીમાં ઘી લગાડી ઠારી દેવો. ઉપર ચારોળી ભભરાવવી અથવા ચાંદીના વરખ પણ લગાડી શકાય.