પોટેટો – મેઈઝ પાઈ
 • 405 Views

પોટેટો – મેઈઝ પાઈ

Ingredients - સામગ્રી

 • 500 ગ્રામ બટાકા
 • 200 ગ્રામ મેંદો
 • (અાશરે – બટાકામાં સમાય તેટલો)
 • 4 ટેબલસ્પૂન ખમણેલું ચીઝ
 • 1 ટેબલસ્પૂન માખણ
 • 1 ટીસ્પૂન મરીનો ભૂકો, મીઠું
 • પૂરણ માટે –
 • નંગ – 6 મોટા ડોડા મકાઈ
 • 25 ગ્રામ નાળિયેરનું ખમણ
 • 1 ટી સ્પૂન તજ-લવિંગનો ભૂકો
 • 122 ટીસ્પૂન મરીનો ભૂકો
 • 10 લાલ સૂકી દ્રાક્ષ, 10 કાજુ
 • 3 લીલાં મરચાં, કટકો અાદું
 • 1 ઝૂડી લીલા ધાણા
 • 1 લીંબુ
 • 1 કપ દૂધ
 • મીઠું, મરચું, હળદર, ખાંડ, ઘી, તજ, લવિંગ
 • સજાવટ માટે –
 • 1 કપ બાફેલા બટાકાનો છૂંદો (ગાંગડી ભાગીને)
 • 122 કપ ટોમેટો સોસ
 • 2 ટેબલસ્પૂન દૂધ, મીઠું – પ્રમાણસસ
 • બધું ભેગું કરી, ખૂબ મસલી, મિશ્રણ સુંવાળું કરવું.

Method - રીત

બટાકાને બાફી, છોલી છૂંદો કરવો. તેમાં મીઠું, માખણ અને મરીનો ભૂકો નાંખવો. પછી તેમાં સમાય તેટલો મેંદો નાંખી મસળી, કણક તૈયાર કરવી. પાણી નાંખવું નહિ.

મકાઈને છોલી, છીણી, થોડા દાણા અાખા રહ્યા હોય તો વાટી લેવા. એક તપેલીમાં ઘી મૂકી, તજ-લવિંગનો વઘાર કરી મકાઈનો ભૂકો નાંખી સાંતળવો, તેમાં મીઠું નાંખી, તાપ ધીમો રાખવો. બદામી રંગનો બરાબર થાય એટલે તેમાં દૂધ, થોડી હળદર, મરચું, વાટેલાં અાદું-મરચાં, તલ, તજ-લવિંગ-મરીનો ભૂકો, ખાંડ, નાળિયેરનું ખમણ, દ્રાક્ષ, કાજૂના કટકા નાંખી ખૂબ ધીમા તાપ ઉપર સીજવા મૂકવું. દાણો બફાય અને ખીલી જાય એટલે ઉતારી લીંબુનો રસ અને લીલા ધાણા નાંખવા.

બટાકાની કણકમાંથી પાથળો રોટલો બનાવવો. બેકિંગ ડિશને માખણ લગાડી, તેમાં રોટલો મૂકવો. તેના ઉપર મકાઈનું પૂરણ પાથવું. પછી ખમણેલું ચીઝ પાથરી, માખણના ટપકાં કરવા. પાઈપિંગ બેગને નોઝલ લગાડી, તેમાં તૈયાર કરેલું બટાકાનું મિશ્રણ મૂકવું. તેનાથી ડિઝાઈન પાડી પાઈપીંગ કરવી. ગરમ ઓવનમાં ૩૫૦ ફે. તાપે ૩૦-૩૫ મિનિટ બેક કરવી. પાઈ ઠંડી પડે એટલે કટકા કરી, ટોમેટો કેચપ અથવા કોઈપણ દહીની ચટણી સાથે ઉપયોગ કરવો.