બટાકાને બાફી, છોલી, માવો બનાવવો. તેમાં મેંદો અને મીઠું નાંખી, બરાબર મસળી, પાણી નાંખી એક સરખું પાતળું ખીરું બનાવવું.
લીલા વટાણા અને ફણસીના કટકાને વરાળથી બાફી લેવા. ગાજરનું છીણ કરવું. કેપ્સીકમના બી કાઢી, બારીક કટકા કરવા. એક વાસણમાં થોડું તેલ મૂકી, તેમાં તજ, લવિંગનો વઘાર કરી, લીલા વટાણા, ફણસી, ગાજરનું છીણ, કેપ્સીકમના કટકા, મીઠું, ખાંડ અને ગરમ મસાલો નાંખી ઉતારી લીંબુનો રસ નાંખવો.
નોનસ્ટીક તવો ગરમ મૂકી, તેના ઉપર તેલ લગાડી, બટાકાના ખીરામાંથી મધ્યમ સાઈઝની પેનકેક ઉતારવી. બન્ને બાજુએ તળીને ઉતારી લેવી.દરેક પેનકેક ઉપર વાટેલો મસાલો લગાડી, તૈયાર કરેલા વેજિટેબલ્સ મૂકવા. પછી વાળીને તૈયાર કરવી. બેકિંગ ડિશમાં માખણ લગાડી, તેમાં પેનકેક ગોઠવી. ઉપર માખણના નાના નાના કટકા છૂટા છૂટા મૂકવા. પ્રિહીટેડ ઓવનમાં બેક કરી, ગરમ વાનગી પીરસવી.