બટાકાને બાફી, છોલી, માવો બનાવવો. એક તપેલીમાં થોડું તેલ લઈ, ગરમ થાય એટલે હિંગ નાંખી, બટાકાનો માવો નાંખવો. તેમાં મીઠું, મરીનો ભૂકો, ગરમ મસાલો, ધાણાજીરુ, ખાંડ, વાટેલાં અાદું-મરચાં નાંખી જરાક શેકી, ઉતારી લેવું. પછી વાટેલું લસણ, લીંબુનો રસ અને લીલા ધાણા કોરા કરી નાંખવા.
ઘઉંના લોટમાં મીઠું અને થોડું તેલનું મોણ નાંખી, રોટલી જેવી કણક બાંધવી. તમાંથી લૂઓ લઈ, રોટલી વણી, ઉપર તેલ લગાડી, બટાકાનું પૂરણ મૂકી, વાળી પરોઠા વણવા. તવા ઉપર તેલ મૂકી બન્ને બાજુ તળી લેવા. સાથે ટોમેટો સોસ અાપવો.